ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવતા ખનીજ ચોરોમા ફફડાટ
મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી આજે માઇન્સ સુપરવાઈઝર જી.કે.ચંદારાણા અને રવિ કણસાગરાએ વાંકાનેર નજીકથી ફાયર કલે ભરેલા બે ટ્રક તેમજ રેતી ભરેલ એક ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ સિઝ કરી દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગની કડક કામગીરીને પગલે ખાસ કરીને ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા તત્વો અને રેતમાફિયાઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો.