વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં બોલેરો પીકપ ગાડી પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકવા માટે તાલુકા પોલીસની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ગાડીને ચાલકે પોતાની ગાડીને હંકારી મૂકી હતી જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો અને ત્યારે આ ગાડી જોધપર ગામ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ પાસે પુલના નાલામાં નીચે ઉતરી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે એક શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો જો કે, ડ્રાઈવરને પોલીસ ઝડપી લીધો હતો અને ગાડી ચેક કરવામાં આવતા તેમાંથી ૧૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે દારૂ, મોબાઈલ અને ગાડી મળીને ૩.૨૪ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ભાગી ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા રસ્તા ઉપરથી જતી સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીને રોકવા માટેનો તાલુકા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ગાડીના ચાલકે પોતાની વાહન ઉભું રાખેલ નહીં અને ગાડીને હંકારી મૂકી હતી જે ગાડીનો તાલુકા પોલીસની ટીમ દ્વારા પીછો કરવામાં આવતા જોધપર ગામના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પાસે પુલના નાલામા અકસ્માત થયો હતો ત્યારે બોલેરો ગાડીનો ડ્રાઇવરને પોલીસ ઝડપી લીધો હતો જોકે ગાડીમાં બેઠેલા એક શખ્સ નાસી ગયો હતો ત્યારબાદ ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી સફેદ કલરના ૪૪ બાચકા મળી આવ્યા હતા જેમાંથી ૧૧૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૨૨૦૦૦ નો દારૂ, ૨૦૦૦ નો મોબાઈલ અને ૩ લાખની બોલેરો ગાડી નંબર જીજે ૧૪ એડબલ્યુ ૪૨૨૦ આમ કુલ મળીને ૩.૨૪ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ઝાલાભાઇ માધાભાઈ ગેલડીયા (૩૨) રહે.નાળધ્રિ તાલુકો મુળી વાળાની ધરપકડ કરે છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સનું નામ વિશાલ મંછારામ ગોંડલીયા રહે યક્ષપુરુષનગર ગારીયા તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવતા તેની સામે પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
