વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને વાંકાનેરના સીપીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ છે અને ભોગબનનારને મુકત કરવામાં આવેલ છે
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સીપીઆઇ અને તેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસોના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઇ ચાવડા રહે. આંબેડકરનગર-૫, થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો કરી ગયો હોવાની ફરિયાદ તા.૧૮/૦૭/૨૦૨૩ ના રોજ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તેમજ ભોગબનનારને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીપીઆઇ વી.પી. ગોલ, મયુરસિંહ, રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા અને હંસાબેન પાપોદરાની સંયુકત ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપી ચોટીલા હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવેલ છે