વાંકાનેરના લુણસરિયા ગામે માલિકીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પડતાં વૃદ્ધને માલધારીએ માર માર્યો
વાંકાનેર નજીક લુણસરિયા ગામની સીમમાં આવેલ માલિકીની વિડીની જમીનમાં માલ ઢોર ચરાવવાની ના પાડી હતી તે બાબતનો ખાર રાખીને વૃદ્ધને ગાળો આપીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેને ફરિયાદ નોંધાવતા પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા જાતે દરબાર (૬૧) એ હાલમાં લુણસરિયા ગામે રહેતા ધારાભાઈ કુકાભાઈ ટોટાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લુણસરિયા ગામની સીમમાં તેઓની માલિકીની જમીન આવેલ છે અને તે વિડીની જમીનમાં આરોપી ધારાભાઈ ટોટાનો દીકરો ધવલ માલઢોર ગાય અને ભેંસ ચરાવતો હતો જેથી તેને વીડીમાં માલ ઢોર ચરાવવાની ના પાડી હતી જેથી તે ત્યાંથી તેના માલઢોર લઈને નીકળી ગયો હતો જો કે, અડધા કલાક પછી ધારાભાઈ કુકાભાઈ ટોટા ત્યાં આવ્યા હતા અને માલઢોર ચરાવવાની ના પાડી તે બાબતનો ખાર રાખીને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ લાકડી વડે વૃદ્ધને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધારાભાઈ કુકાભાઈ ટોટા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે