વાંકાનેરના મહીકામાં ચેક રિટર્નના કેસનો ખાર રાખીને યુવાનને પંચ વડે માર માર્યો: બે શખ્સોની સામે ફરિયાદ
વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને સાથે ચેક રીટનના કેસનો જૂનો ખાર રાખીને મારામારી કરવામાં આવી હતી ત્યારે એક શખ્સ તેના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને પગ, હાથ અને છાતીના ભાગે ઇજા કરી હતી અને બીજા શબ્સે તેને પકડી રાખીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતાને બાંધકામના કોન્ટ્રાક્ટનું કામ કરતા વિજયભાઈ શીવાભાઈ ચાવડા (૩૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યાકુભાઈ મહમદભાઇ બાદી અને ઉસ્માનભાઈ મહમદભાઇ બાદી રહે. બંને મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, આરોપીઓએ ચેક રિટર્નના કેસ બાબતે જૂનો ખાર રાખીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને ત્યારે યાકુબભાઈ બાદીએ પોતાના હાથમાં પહેરેલ પંચ વડે ફરિયાદી યુવાનને પગ, હાથ અને છાતીના ભાગે માર મારીને ઇજા કરી હતી ત્યારે ઉસ્માનભાઈ બાદીએ તેને પકડી રાખીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે