વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અકરમ દાઉદભાઈ બૈજાણી, સંજય નાઝાભાઈ મૂંધવા અને લાલજી રામેશ્વરભાઈ ચાકરે નામના શખ્સને રોકડા રૂપિયા 3500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
