વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો
વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા આધેડને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે બે શખ્સો દ્વારા માથામાં અને બંને હાથમાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતાને ખેતી કામ કરતા ગોરધનભાઇ નરશીભાઇ બાવરવા જાતે કોળી (૫૫)એ હાલમાં સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઈ બાવરવા રહે બંને અદેપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ તેની પાસે આવીને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્યારે સાગ બાવરવાએ લોખંડના પાઇપ પડે ગોરઘનભાઈ બાવરવાને માથામાં અને બંને હાથે માર માર્યો હતો ત્યારે આરોપી જીવણ મેરામ બાવરવાએ તેને પકડી રાખ્યા હતા અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ગોરધનભાઇ નરશીભાઇ બાવરવાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે