
વાંકાનેર શહેરમાં રહેતા રાજ્યસભાના પૂર્વ એમપી લલીતભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે ત્યારે વાંકાનેર સહિત શિક્ષણ જગતને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોય તેમના પરિવારજનો સહિતના લોકો સોકાતુર બન્યા છે વાંકાનેર પંથકમાં શિક્ષણ જગતના ભીષ્મપિતામાં તરીકે જાણીતા અને રાજ્યસભાના પૂર્વ એમપી લલિતભાઈ મહેતાનું તા ૮/૭/૨૩ ને શનિવારના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે ત્યારે મહેતા પરિવાર તેમજ વાંકાનેરમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વર્ષો સુધી લોક ઉપયોગી અને સેવાકીય કામ કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પૂર્વ એમપી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચાર સાથે વાંકાનેર પંથકમાં શોખનું મોજુ ફરી વળ્યું છે અને પરમ કૃપા પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે