મંગળવારે સવારે લગભગ 8:40 વાગ્યે સોહાવલ રેલ્વે સ્ટેશન નજીક જે યુપીમાં અયોધ્યા કેન્ટ જંકશનથી લગભગ 15 કિમી દૂર છે, મુન્નુ પાસવાને તેના બે પુત્રો, અજય અને વિજય સહિત, કથિત રીતે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો અને C1 (સીટ 33,34), C3 (સીટ 20,21,22), C5 (સીટ 10,11,12) અને E1 (સીટ 35,36) કોચની ચાર વિન્ડોપેન તોડી નાખી હતી.
9 જુલાઈના રોજ વંદે ભારત એક્સપ્રેસે રેલ્વે ટ્રેકની આજુબાજુ ચરતી વખતે છ બકરાઓને મારી નાખ્યા હતા.
અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, “તપાસ દરમિયાન શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે બકરાઓના મોતનો બદલો લેવા માટે, મુન્નુ પાસવાન અને તેના બે પુત્રોએ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો.
અગાઉ જ્યારે ગુજરાત, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારે આવી ઘટનાઓ સામે આવી છે. આ કેસોમાં અનેક રાજ્યોમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે યુપીમાં પણ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.