મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થવા લાગી છે જેથી કરીને ડેમમાં પાણી આવી રહ્યું છે અને હાલમાં આ ડેમ ૭૦ ટકા ભરાયો ગયો છે જેથી કરીને ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં કુલ મળીને ૧૦ ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-૧ ડેમમાં પાણી ભરાતા મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકાનાં લોકોને પાણી માટેની ચિંતા દૂર થઈ જાય છે ત્યારે હાલમાં મોરબી મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરની બાજુએ સારો વરસાદ છે જેથી કરીને ડેમમાં હવે પાણીની આવક થવા લાગી છે જેથી કરીને આ ડેમની નીચે આવતા ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકાનાં ૪ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ ગામોને એલર્ટ કરાયા અને કોઈને પણ મચ્છુ નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ડેમના ઉપર વાસમા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ચાલુ છે અને ૧૫૨ કયુસેક પાણી આવી રહ્યું છે તેવું અધિકારી જણાવ્યુ છે