
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ્ટા સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રણજીતભાઈ ભરતભાઇ ડાભી ઉ.22 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.