
ભાવનગર શહેરમાં ૪ વર્ષની બાળાનું રમતા રમતા બિલ્ડીંગના ચોથા માળેથી પડી જતા કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ હમીરજી પાર્કની બાજુમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સી. વીંગમાં ચોથા માળે રહેતા ગીરીશકુમાર મારૂની ચાર વર્ષની પુત્રી નિત્યા બાજુમાં રહેતા પડોશીના ઘરે રમવા ગઇ હતી તે વેળાએ રૂમમાં રાખેલ સેટીમાં ઉપર ચડીને બારીમાંથી નીચે જોવા જતા ગ્રાઉન્ડ ફ્લોરમાં પટકાઇ હતી. તેને ગંભીર ઇજા સાથે તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરેલ. પરિવારમાં એકની એક દિકરીનું મૃત્યુ નિપજ્યું જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી છે.

