◙ રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ધડાધડ લૂંટ-ચોરીઓ થઈ રહી હોય પોલીસે ગેંગને દબોચવા રાત-દિવસ એક કર્યા: ગેંગના 12 લોકોની ધરપકડ, આઠ હજુ ફરાર: આરોપીઓ પાસેથી ગીલોલ, ડીસમીસ, દાંતરડા, લોખંડના સળિયા સહિતના હથિયારો પણ મળ્યા
◙ રાજકોટ શહેર-જિલ્લો, ગોંડલ, સુરેન્દ્રનગરના થાન, જામજોધપુર, બોટાદ, ખેડાના માતર, અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં લૂંટ-ચોરીને આપ્યો’તો અંજામ: પોલીસે કોન્ટ્રાક્ટર બનીને ગેંગની ઓળખ કરી’ને પછી વારાફરતી તમામને પકડ્યા
રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસ માટે પડકાર બની ગયેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેવામાં અંતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.રાજકોટમાં છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે ચડ્ડી-બનીયાનધારી ટોળકી દ્વારા લૂંટ અને ચોરી થઈ રહી હોવાથી આ ગેંગને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા જેમાં તેને સફળતા સાંપડી છે. જો કે હજુ આ ગેંગના આઠ લોકો ફરાર હોય તેમને ઝડપથી પકડી પાડવા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પડકાર ફેંકી રહેલી આ ગેંગને કોઈપણ ભોગે દબોચી લેવા આદેશ આપ્યા બાદ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ ડી.સી.સાકરિયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ગેંગને પકડવા માટે ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી.દરમિયાન જ્યાં જ્યાં લૂંટ-ચોરીનો બનાવ બન્યો હોય ત્યાંના સીસીટીવી કેમેરાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગેંગના આરોપીઓની એમઓ (મોડેસ ઓપરેન્ડી)નો તાગ મેળવવામાં આવ્યો હતો. આ પછી આજુબાજુના જિલ્લાઓમાં થયેલી લૂંટ-ચોરીની માહિતી એકઠી કરી ટેક્નીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ આખા ગુજરાતમાં અગાઉ પકડાયેલી ગેંગના સભ્યોનો ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી અત્યારે આ લોકો શું કરી રહ્યા છે તેની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી.આ ટીમોને સફળતા મળી હોય તેવી રીતે લૂંટ-ચોરી કરવાનો મુખ્ય સૂત્રધાર લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગભાઈ રનજીભાઈ પલાસ (રહે.નવો 150 ફૂટ રિંગરોડ, એસઆરપી કેમ્પ પાસે, મુળ દાહોદ) મળી જતાં તેની અટકાયત કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.આ પછી ક્રાઈમ બ્રાન્ચે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયાભાઈ મોહનીયા, છપ્પર ઉર્ફે છપરીયા હરુભાઈ પલાસ, રાકેશ રાળીયાભાઈ પલાસ, રાજુ સવસીંગ બારીયા, શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રતના કટારા, કાજુ માવસીંગ પલાસ, શૈલેષ જવસીંગભાઈ ડામોર, મનિષ ઉર્ફે મનેષ રાવસિંગ ભાભોર, અપીલ અમરસીંગ પલાસ, રાહુલ સુરેશભાઈ નીનામા અને મીથુન વરસીંગભાઈ મોહનીયાને દબોચી લઈ આ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કરેલી 68 લૂંટ-ચોરીના બનાવોનો ભેદ ઉકેલી નાખ્યો છે.જ્યારે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે માળિયાભાઈ મોહનીયા, લાલો ઉર્ફે સુભાષ ખુમભરત બાદરસીંગ પલાસ, ગોરધન ધીરૂભાઈ પલાસ, ગોરા ઉર્ફે ગોરો વરસીંગ મોહનીયા, મુકેશ રામસુભાઈ મેડા, મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા, પ્રકાશ દિત્યા ઉર્ફે દીતીયાભાઈ પલાસ, કાલસીંગ ઉર્ફે કાલો અને અજય નાયક ફરાર થઈ ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકો પાસેથી ગીલોલ સહિતના હથિયારો ઉપરાંત સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ મળી કુલ રૂા.2.39 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.ગેંગ કેવી રીતે આપતી હતી લૂંટ-ચોરીને અંજામરાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગની મોડસ ઓપરેન્ડી ભલભલાને ગોથું ખવડાવી દે તેવી નીકળી છે. પહેલાં આ ગેંગના સાગરિતો વિસ્તારના બારોબાર આવેલા કારખાના, શાળા તેમજ રહેણાક મકાનોને લૂંટ-ચોરી કરવા માટે ટાર્ગેટ કરતા હતા. આમ થવાથી લૂંટ-ચોરી કર્યા બાદ ભાગવામાં સરળતા રહે અને બારોબારના વિસ્તારમાં સીસીટીવી કેમેરા કે લોકોની અવર-જવર ઓછી હોય જેથી પોલીસથી બચવા માટે આ લોકો બારોબારની જગ્યાએ લૂંટ-ચોરી કરવાનું નક્કી કરતા ફહતા. આ પછી જ્યાં લૂંટ-ચોરી કરવાની હોય તે જગ્યાની દિવસ દરમિયાન ગેંગનો મુખ્ય સાગરિત અને તેનો એક માણસ રેકી કરી લેતા હતા.રેકી કર્યા બાદ રાત્રીના સમયે તમામ સાગ્રીતો બનાવ સ્થલથી એકાદ કિલોમીટર દૂર એકઠા થતા હતા અને અન્ય સાગરિતોને બનાવ સ્થળથી વાકેફ કરતા અને મોડીરાત્રે ત્રાયકતા હતા. આ લોકો એ વાતનું ખાસ ધ્યાન રાખતા હતા કે તેમણે પહેરેલા કપડાંની સીસીટીવી કેમેરામાં ઓળખ ન થાય તેમજ કપડા ઝાડી-ઝાખરા-કાંટામાં ભરાય તો ફાટી ન જાય તેમજ ચોરી કરવાની એક અલગ એમઓ દેખાય તે માટે કપડા કાઢી નાખતા હતા. કપડા કાઢ્યા બાદ ચડ્ડી-બનીયાન પહેરી શરીરે જે કપડાં પહેર્યા હોય તે કાઢી રૂમાલમાં બાંધી દેતા હતા અને તે રૂમાલ કમરે બાંધ્યા બાદ હાથ રૂમાલથી મોઢુ ઢાંકી દેતા હતા.આ પછી હાથમાં ત્રણ-ચાર પથ્થર તેમજ ડીસમીસ, ગણેશીયો, દાંતરડું, ગીલોલ, ટોર્ચ બેટરી વિગેરે હથિયાર લઈ એ કલાઈનમાં વારા ફરતી ચોરી કરવા જતા હતા. ચોરી-લૂંટ કરવા જાય એટલે મુખ્ય સાગરીત સૌથી આગળ ચાલી બનાવ સ્થળની અંદર તમામ જગ્યાઓ જોયા બાદ બહાર ઉભો રહેતો અને તમામ લોકોને ઈશારો કરી અંદર બોલાવી ગુનાને અંજામ આપતા હતા. આ પછી લૂંટ-ચોરીનો મુદ્દામાલ એક રહેણાક ઝુંપડામાં સંતાડી દઈને તેમના દૈનિક કામે લાગી જતા હતા.સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં ગેંગે ચોરી-લૂંટને આપ્યો અંજામ► જામનગર જિલ્લાનું જામજોધપુર► એક મહિના પહેલાં જામજોધપુરની સ્કૂલમાં ચોરીનો પ્રયાસ► ચાર મહિના પહેલાં ગોંડલ-જામકંડોરણા રોડ ઉપર આવેલ બોક્સના ગોડાઉનમાંથી રૂા.10,000ની ચોરી► ચાર મહિના પહેલાં થાનમાં ટ્રેક્ટરના ગેરેજનું તાળું તોડી રૂા.15,000ની ચોરી► છ મહિના પહેલાં જામજોધપુરથી કાલાવડ રોડ તરફ જવાના રસ્તે આવેલા શો-રૂમમાંથી 25,000ની ચોરી► છ મહિના પહેલાં પડધરીના મોટા રામપરા ગામની બાજુમાં આવેલ બંધ કારખાનામાંથી રૂા.2000ની ચોરી► છ મહિના પહેલાં પડધરીથી આગળ રેલવે બ્રિજ પાસે મોટા રામપરા ગામમાં કારખાનું તોડું રૂા.20,000ની ચોરી► સાત મહિના પહેલાં રીબડાથી એક કિ.મી. દૂર આવેલા કારખાનાનું શટર ઉંચું કરી રૂા.16,000ની ચોરી►એકાદ વર્ષ પહેલાં જામજોધપુરમાં એક ઓઈલ મીલનું શટર ઉંચકાવી રૂા.35,000ની ચોરી► એક વર્ષ પહેલાં બોટાદમાં સ્કૂલમાંથી રૂા.24,500ની ચોરી
રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસ માટે પડકાર બની ગયેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેવામાં અંતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.
રાજકોટમાં છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે ચડ્ડી-બનીયાનધારી ટોળકી દ્વારા લૂંટ અને ચોરી થઈ રહી હોવાથી આ ગેંગને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા જેમાં તેને સફળતા સાંપડી છે. જો કે હજુ આ ગેંગના આઠ લોકો ફરાર હોય તેમને ઝડપથી પકડી પાડવા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પડકાર ફેંકી રહેલી આ ગેંગને કોઈપણ ભોગે દબોચી લેવા આદેશ આપ્યા બાદ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ ડી.સી.સાકરિયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ગેંગને પકડવા માટે ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી.
દરમિયાન જ્યાં જ્યાં લૂંટ-ચોરીનો બનાવ બન્યો હોય ત્યાંના સીસીટીવી કેમેરાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગેંગના આરોપીઓની એમઓ (મોડેસ ઓપરેન્ડી)નો તાગ મેળવવામાં આવ્યો હતો. આ પછી આજુબાજુના જિલ્લાઓમાં થયેલી લૂંટ-ચોરીની માહિતી એકઠી કરી ટેક્નીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ આખા ગુજરાતમાં અગાઉ પકડાયેલી ગેંગના સભ્યોનો ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી અત્યારે આ લોકો શું કરી રહ્યા છે તેની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી.
આ ટીમોને સફળતા મળી હોય તેવી રીતે લૂંટ-ચોરી કરવાનો મુખ્ય સૂત્રધાર લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગભાઈ રનજીભાઈ પલાસ (રહે.નવો 150 ફૂટ રિંગરોડ, એસઆરપી કેમ્પ પાસે, મુળ દાહોદ) મળી જતાં તેની અટકાયત કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ પછી ક્રાઈમ બ્રાન્ચે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયાભાઈ મોહનીયા, છપ્પર ઉર્ફે છપરીયા હરુભાઈ પલાસ, રાકેશ રાળીયાભાઈ પલાસ, રાજુ સવસીંગ બારીયા, શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રતના કટારા, કાજુ માવસીંગ પલાસ, શૈલેષ જવસીંગભાઈ ડામોર, મનિષ ઉર્ફે મનેષ રાવસિંગ ભાભોર, અપીલ અમરસીંગ પલાસ, રાહુલ સુરેશભાઈ નીનામા અને મીથુન વરસીંગભાઈ મોહનીયાને દબોચી લઈ આ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કરેલી 68 લૂંટ-ચોરીના બનાવોનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જ્યારે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે માળિયાભાઈ મોહનીયા, લાલો ઉર્ફે સુભાષ ખુમભરત બાદરસીંગ પલાસ, ગોરધન ધીરૂભાઈ પલાસ, ગોરા ઉર્ફે ગોરો વરસીંગ મોહનીયા, મુકેશ રામસુભાઈ મેડા, મડીયા ઉર્ફે સંજય તીતરીયા બામણીયા, પ્રકાશ દિત્યા ઉર્ફે દીતીયાભાઈ પલાસ, કાલસીંગ ઉર્ફે કાલો અને અજય નાયક ફરાર થઈ ગયા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ પકડાયેલા લોકો પાસેથી ગીલોલ સહિતના હથિયારો ઉપરાંત સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ મળી કુલ રૂા.2.39 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
ગેંગ કેવી રીતે આપતી હતી લૂંટ-ચોરીને અંજામ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગની મોડસ ઓપરેન્ડી ભલભલાને ગોથું ખવડાવી દે તેવી નીકળી છે. પહેલાં આ ગેંગના સાગરિતો વિસ્તારના બારોબાર આવેલા કારખાના, શાળા તેમજ રહેણાક મકાનોને લૂંટ-ચોરી કરવા માટે ટાર્ગેટ કરતા હતા. આમ થવાથી લૂંટ-ચોરી કર્યા બાદ ભાગવામાં સરળતા રહે અને બારોબારના વિસ્તારમાં સીસીટીવી કેમેરા કે લોકોની અવર-જવર ઓછી હોય જેથી પોલીસથી બચવા માટે આ લોકો બારોબારની જગ્યાએ લૂંટ-ચોરી કરવાનું નક્કી કરતા ફહતા. આ પછી જ્યાં લૂંટ-ચોરી કરવાની હોય તે જગ્યાની દિવસ દરમિયાન ગેંગનો મુખ્ય સાગરિત અને તેનો એક માણસ રેકી કરી લેતા હતા.
રેકી કર્યા બાદ રાત્રીના સમયે તમામ સાગ્રીતો બનાવ સ્થલથી એકાદ કિલોમીટર દૂર એકઠા થતા હતા અને અન્ય સાગરિતોને બનાવ સ્થળથી વાકેફ કરતા અને મોડીરાત્રે ત્રાયકતા હતા. આ લોકો એ વાતનું ખાસ ધ્યાન રાખતા હતા કે તેમણે પહેરેલા કપડાંની સીસીટીવી કેમેરામાં ઓળખ ન થાય તેમજ કપડા ઝાડી-ઝાખરા-કાંટામાં ભરાય તો ફાટી ન જાય તેમજ ચોરી કરવાની એક અલગ એમઓ દેખાય તે માટે કપડા કાઢી નાખતા હતા. કપડા કાઢ્યા બાદ ચડ્ડી-બનીયાન પહેરી શરીરે જે કપડાં પહેર્યા હોય તે કાઢી રૂમાલમાં બાંધી દેતા હતા અને તે રૂમાલ કમરે બાંધ્યા બાદ હાથ રૂમાલથી મોઢુ ઢાંકી દેતા હતા.
આ પછી હાથમાં ત્રણ-ચાર પથ્થર તેમજ ડીસમીસ, ગણેશીયો, દાંતરડું, ગીલોલ, ટોર્ચ બેટરી વિગેરે હથિયાર લઈ એ કલાઈનમાં વારા ફરતી ચોરી કરવા જતા હતા. ચોરી-લૂંટ કરવા જાય એટલે મુખ્ય સાગરીત સૌથી આગળ ચાલી બનાવ સ્થળની અંદર તમામ જગ્યાઓ જોયા બાદ બહાર ઉભો રહેતો અને તમામ લોકોને ઈશારો કરી અંદર બોલાવી ગુનાને અંજામ આપતા હતા. આ પછી લૂંટ-ચોરીનો મુદ્દામાલ એક રહેણાક ઝુંપડામાં સંતાડી દઈને તેમના દૈનિક કામે લાગી જતા હતા.
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં ગેંગે ચોરી-લૂંટને આપ્યો અંજામ
► જામનગર જિલ્લાનું જામજોધપુર
► એક મહિના પહેલાં જામજોધપુરની સ્કૂલમાં ચોરીનો પ્રયાસ
► ચાર મહિના પહેલાં ગોંડલ-જામકંડોરણા રોડ ઉપર આવેલ બોક્સના ગોડાઉનમાંથી રૂા.10,000ની ચોરી
► ચાર મહિના પહેલાં થાનમાં ટ્રેક્ટરના ગેરેજનું તાળું તોડી રૂા.15,000ની ચોરી
► છ મહિના પહેલાં જામજોધપુરથી કાલાવડ રોડ તરફ જવાના રસ્તે આવેલા શો-રૂમમાંથી 25,000ની ચોરી
► છ મહિના પહેલાં પડધરીના મોટા રામપરા ગામની બાજુમાં આવેલ બંધ કારખાનામાંથી રૂા.2000ની ચોરી
► છ મહિના પહેલાં પડધરીથી આગળ રેલવે બ્રિજ પાસે મોટા રામપરા ગામમાં કારખાનું તોડું રૂા.20,000ની ચોરી
► સાત મહિના પહેલાં રીબડાથી એક કિ.મી. દૂર આવેલા કારખાનાનું શટર ઉંચું કરી રૂા.16,000ની ચોરી
►એકાદ વર્ષ પહેલાં જામજોધપુરમાં એક ઓઈલ મીલનું શટર ઉંચકાવી રૂા.35,000ની ચોરી
► એક વર્ષ પહેલાં બોટાદમાં સ્કૂલમાંથી રૂા.24,500ની ચોરી