પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગુનો આચારનાર શખ્સ વાંકાનેરના ઢુવા પાસેથી દારૂ ભરેલ કાર સાથે પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરૂ રચીને પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ વિથ એટ્રોસીટી, પ્રોહોબિશન અને સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર તાલુકાનાં ઢુવા નજીક વરમોરા સીરામીક પાસે રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે પકડાયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ ગુનેગારોને પકડવા પડે અને ગુનેગારોને ડામવા માટે કામ કરી રહી છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા જાતે કોળી (૨૫) રહે. કંસાળા તાલુકો સાયલા વાળાને મહીન્દ્રા એક્સયુવી-૩૦૦ કાર નંબર જીજે ૧૩ સીએ ૭૭૪૩ વાળીમાં ૧૩૦ લિટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ આરોપી પાસેથી ૨૬૦૦ નો દારૂ તેમજ પાંચ લાખની કાર આમ કુલ । મળીને ૫,૦૨,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ આરોપીનું નામ પોકેપ કોપ મોબાઇલમાં સર્ચ કરતા તેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૮૪, ૩૬૫, ૧૭૦, ૧૨૦(બી), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧) (આર), ૩(૧) (એસ.) ૩(૨) (વી.એ) મુજબના ગુનામાં ફરિયાદી તેમજ સાહેદને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરી ૨૦,૦૦૦ ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનુ ખોટુ નામ ધારણ કર્યું હતું જેનો ગુનો નોંધાયેલ છે તેમજ મુળી તથા સાયલા પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધાયેલ છે જેમાં તે નાસતો ફરતો હતો હાલમાં પોલીસે દેશી દારૂ સાથે તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે અને આ આરોઈની સામે જુદાજુદા પોલીસ સ્ટેશને નવ જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરીમાં પીએસઆઇ બી.પી.સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી