ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવા કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૩ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
અમદાવાદમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. શહેરના એસ.જી હાઇવે પર વિઝિબિલિટી લો થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ વહેલી સવારથી જ ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ પડી રહ્યો છે. તો ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહીને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેર સીટી પોલીસ નવરાત્રી અંતર્ગત ફુટ પેટ્રોલિંગ ના ભાગે વાહન ચેકિંગ કરતા પીએસઆઇ કાનાણી એક સાથે બે ફરજ બજાવતા કેમેરામાં ઝડપાયા!!!
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!