જેમાં આવતીકાલે રવિવારે સવારે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી વાંકાનેર આવતા મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનું સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે, જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર ફરી અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ પાસે પૂર્ણ થશે, જ્યા વિશાળ સભા યોજાશે. આ સાથે શહેરમાં સરઘસનો રૂટ જીનપરા જકાતનાકાથી શરૂ કરી લીમડા ચોક, ગ્રીન ચોક, મેઇન બજાર, ચાવડી ચોક થઈ માર્કેટ ચોકમાંથી પસાર થઈ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ સુધી જશે જ્યાં સ્ટેચ્યુ ખાતે જાહેર અભિવાદન સભા યોજાશે. જેમાં સાંસદ તરીકે નિમણુક પામેલ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું વિવિધ સંગઠન, વિવિધ સમાજના અગ્રણીઓ, હોદેદારો તેમજ સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવશે…
વાંકાનેર રાજવી પરિવારના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે નિમણુક થતાં તેમના સન્માન તથા સ્વાગત માટેના આયોજન માટે શુક્રવારે દિવસભર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે ક્ષત્રિય સહિતના સમાજીક સંગઠનો, વેપારી એસોસિયેશન, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, વાંકાનેર શહેર તાલુકાના પ્રમુખ, મહામંત્રી, સમાજીક આગેવાનોની મીટીંગ મળી હતી, જેમાં સાંસદ રાજવીને વધાવવા અભિવાદન યાત્રા/સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું….