વાવાઝોડાને પગલે કચ્છ તરફ આવતી 137 ટ્રેન પ્રભાવિત, 100 ટ્રેન રદ; જુઓ લિસ્ટ
બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્ર તરફનો રેલ વ્યવહાર ખોરવાય ગયો છે. ત્યારે ભારતીય રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદઃ વાવાઝોડાને પગલે રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો પ્રભાવિત થઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે રેલવે વિભાગે મોટો નિર્ણય લીધો છે. આગામી તારીખ 15 સુધીમાં કચ્છ તરફ આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનને રાજકોટ સુધી જ દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આજે રાતે 12 વાગ્યા સુધીની કચ્છમાં આવતી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, 137 જેટલી ટ્રેન વાવાઝોડાની અસરને પગલે પ્રભાવિત થઈ છે. જેમાંથી 100 જેટલી ટ્રેન રદ કરવામાં આવી છે.
આ રહ્યું રદ અને પ્રભાવિત ટ્રેનોનું લિસ્ટ
વાવાઝોડીથી પ્રભાવિત વિસ્તારીમી95 ટ્રેન રદ્દ
13 થી 16 જૂન સુધી ઓખા – રાજકોટ ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી રાજકોટ – ઓખા ટ્રેન રદ્દ |12 થી 15 જૂન સુધી વેરાવળ – ઓખા ટ્રેન રદ્દ
જયપુર – ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી ઓખા – બનારસ ટ્રેન 15 જૂને રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા – જગન્નાથ પુરી ટ્રેન અમદાવાદથી ઉપડશે 12, 13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ
13, 14 અને 15 જૂન વેરાવળ – અમદાવાદ ટ્રેન રદ
13થી 16 જૂને વેરાવળ – જબલપુર – વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે 13 થી 15 જૂન વેરાવળ – પોરબંદર – વેરાવળ ટ્રેન રદ્દ
પવન 50 કિમી પ્રતિ કલાકથી વધુ હોય તો ટ્રેનને રોકવાની સૂચના
રેલવે ટ્રેક પર દેખરેખ રાખવા સૂચના અપાઈ ટ્રેક પર વૃક્ષ કે અવરોધના કિસ્સામાં ટ્રેન રોકવાની સૂચના