
વાંકાનેર સીટી પોલીસે એક દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક વરલી ભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.મળતી માહિતી મુજબ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા યુનુસભાઈ આરબભાઈ હાલાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો

