વાંકાનેર લુણસર પંથક ના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી સંસદ મોહનભાઈ કૂંડાળીયા ના હસ્તે પાણીના વધામણા
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં નવ વર્ષના સુશાસન પૂર્ણ થતા જન સંપર્ક કાર્યક્રમના અંતર્ગત વાંકાનેર લુણસર પંથકના ગામડાઓમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તો આપણા લોકલાડીલા માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબે ગુજરાત સરકારમાં ભલામણ કરતા પાણી વિભાગે મહા નદીમાં પાણી છોડેલ તે પાણી છેક ભાયાતી જાંબુડીયા ના પાદર સુધી પહોંચતા વાંકાનેરના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી અને ગામડાઓના લોકો ખૂબ ખુશ થયા અને માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબ તેમજ મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા ફૂલ તેમજ શ્રીફળથી પાણીના વધામણા કરવામાં આવ્યા તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ગ્રામ્ય જનો દ્વારા ભાજપની આખી ટીમનું સન્માન કરવામાં આવ્યુંહતુ આ કાર્યક્રમમાં સંસદ મોહનભાઈ કુંડાળીયા તથા મહારાણા કેસરી દેવસિંહ ઝાલા તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર અને રતિલાલ સહિત જિલ્લાના હોદ્દેદારો વાંકાનેર તાલુકાના હોદેદારો અને વાંકાનેર શહેરના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો એ ખાસ હાજરી આપી હતી