વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકના ચોર ખાનામાં દારૂ છુપાવી નીકળેલા પિતાપુત્રને ઝડપી લેતી એલસીબી
વિદેશી દારૂના 2.44 લાખના જથ્થા સહિત 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના 2.44લાખથી વધુના જથ્થા સાથે રાજકોટના પિતા પુત્રની જોડીને ઝડપી લઈ ટ્રક સહિત કુલ 15 લાખથી વધુનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને સયુકતમાં બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક નંબર GJ-14-Z-6800 રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમા ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી છે.
બાતમીને આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રક લઈને પસાર થતા ટ્રક અટકાવી તલાસી લેતા આરોપી ગીરીશભાઇ રાજાભાઇ ઓડીયા અને નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીયા, રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી, તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-4 વાળાના કબ્જામાંથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ 90 કિંમત રૂપિયા 1,35,000, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-20 કિંમત રૂપિયા 31,000, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂપિયા 18,500, ડી.એસ.પી. બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂ.13,500, રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂપિયા 18,5000 અને બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-8 કિંમત રૂપિયા 28,000નો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત ટ્રકમાંથી વેસ્ટ કોટનની ગાંસડીઓ નંગ-72 કિંમત રૂપિયા 7,52,728 મળી આવી હતી. આ સાથે જ પોલીસે ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ અશોક લેલન ગાડી કિંમત રૂપિયા 5,00,000 , એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-2 કિમત રૂપિયા 10 હજાર અને રોકડા રૂપીયા 5 હજાર મળી મળી કુલ રૂપિયા 15,12,228નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
વિડીયો જોવા માટે નીચે આપેલી લીંક ક્લીક કરો