વાંકાનેર નર્સરી ચોકડી પાસે ટોલ નાકા દ્વારા બંધ કરવામાં આવેલો રસ્તો ને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજૂઆત બાદ ખુલો મુકવામાં આવ્યો
વાંકાને નજીક આવેલી નર્સરી ચોકડી પાસે થી હળવદ તાલુકા અને થાન તાલુકા તેમજ લુણસર વિસ્તારનાં ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તો ટોલનાકા દ્વારા જે બંધ કરવામાં આવ્યો હતો તે વિસ્તારનાં લોકોની રજુઆતને ધ્યાને લઈ અને આજ રોજ વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની સુચનાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હીરાભાઈ બાંભવા, મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, કીશોરસિંહ બી ઝાલા મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, અશ્વિન નવઘણભાઈ મેઘાણી ડિરેક્ટર શ્રી APMC વાંકાનેર, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના આગેવાનો રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા મેનેજર ને મળી રજૂઆત કરી હતી અને લુણસર મહાલના લોકોને આવવા જવાનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.