વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ રિક્ષા સાથે રીઢા ચોરને દબોચ્યો
વાંકાનેર તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરલ રીક્ષા સાથે ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી.સોનારા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે વાંકાનેરની ઢુવા ચોકડીએ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૩ બિયું ૫૭૫૧ નિકળતા તેને રોકીને ચેક કરતા રીક્ષા ચાલકનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી (૨૪) રહે હાલ રખડતો ભટકતો મૂળ દલીતવાસ, જોડીયા નાકે, હનુમાનજીના મંદીર પાસે, જોડીયા વાળો હોવાનુ સામે આવ્યું હતુ અને તેની પાસે જે રીક્ષા હતી તેના કોઇ દસ્તાવેજી કાગળો ન હતા જેથી સીઆરપીસી કલમ ૪૧(૧) ડી, ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરી પોકેટકોપ મોબાઇલ મારફતે ચેક કરતાં આ શખ્સ રીક્ષા રાજકોટ ચૌધરી હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનુ કબુલાત આપતા રાજકોટ શહેર પધ્યુમન નગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. આમ પોકેટ કોપ મોબાઇલથી વાહન ચોરી ડીટેકટ કરવામાં આવેલ છે. અને આ શખ્સની સામે થોરાળા પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મોરબી સીટી એ ડીવી., જામનગર એ ડીવી., મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં કુલ મળીને ૧૦ જેટલા ચોરીના ગુના નોંધાયેલ છે