વાંકાનેર : ઝગડો કરવાની ના કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો
વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ સમ્રાટ હોટલ પાસે થોડા દિવસો પહેલા માથાકૂટ થઈ હતી દરમિયાન બોલેરો ગાડીનો ચાલક ટ્રેક્ટર ચાલક સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરતો હતો ત્યારે યુવાને બોલાચાલી નહીં કરવા માટે તેને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને તેની ઈકો ગાડીના કાચને તોડી નાખ્યો હતો અને યુવાન સાથે માથાકૂટ કરતાં હતા ત્યારે તેને છોડાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે અશરફનગરમાં રહેતા ઝાહિદભાઈ હુસેનભાઇ પરાસરા જાતે મોમીન (૩૮) એ ભૂરો સરાણીયા, બટુકભાઈ સરાણીયા, હરેશભાઈ સરાણીયાનો છોકરો અને દેવરાજ સરાણીયા રહે. બધા ચંદ્રપુર અલંકાર હોટલ પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચંદ્રપુર પાસે આવેલ સમ્રાટ હોટલ પાસે બોલેરો ગાડી નંબર જીજે ૨૩ વી ૫૨૦૨ નો ચાલક ટ્રેક્ટર નંબર જીજે ૩ ઇએ ૬૬૮૫ ના ચાલક સાથે બોલાચાલી કરતો હતો ત્યારે ફરિયાદી યુવાને તેને બોલાચાલી ન કરવા માટે કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને આરોપી ભૂરો સરાણીયાએ લાકડીનો ધોકો મારીને તેની ઈકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૧૮૯૯ નો પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને સાહેદ અલીભાઈ પરાસરા વચ્ચે છોડાવવા પડતા તેમને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે