વાંકાનેરમાં લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલ ગેસ્ટ હાઉસના સંચાલકે ત્યાં આવેલા પ્રવાસીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હતી જેથી કરીને તેની સામે જાહેરનામાના ભાંગની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બહારથી આવતા લોકોની હોટલ, રેસ્ટોરન્ટમાં નોંધણી રાખવામાં આવે તેના માટે થઈને થોડા સમય પહેલા અધિક કલેક્ટર દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની નોંધ કરવા માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ ઘણા બધા હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં ત્યાં આવતા પ્રવાસીઓની નોંધ કરવામાં આવતી નથી જેથી કરીને આવા બેદરકાર સંચાલકોની સામે હવે ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે એસઓજીની ટીમ દ્વારા વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે લક્ષ્મી હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા હોટલમાં આવતા જતા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવામાં આવતી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સાગર વિનુભાઈ માથકીયા (૩૪) ની સામે જાહેરનામા ભંગનો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે