વાંકાનેરના સતાપર ગામે વાવાઝોડામાં દીવાલ પડી જતાં તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સહાય અપાવતાં તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર
જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી ખેડૂતને ત્રણ દિવસમાં સહાયની રકમ ચુકવાઇ…
વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે બીપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દીવાલ ધસી પડી હતી, જે બનાવમાં સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી અસરગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સરકારશ્રી તરફથી સહાયની રકમ ચુકવવામાં આવી હતી….
બાબતે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર તુરંત ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ અંગે તાગ મેળવી તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સરકાર તરફથી સહાય મળે તે માટે જરૂરી કામગીરી શરૂ કરી હતી, જેના કારણે સરકાર તરફથી ત્રણ દિવસમાં ખેડૂતને સહાયની રકમ ચુકવવામાં આવી હતી જેથી અસરગ્રસ્ત ખેડૂત પરિવારએ જિજ્ઞાસાબેન મેરનો આભાર વ્યક્ત કર્યો હતો…