વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વારંવાર ડિજિટલ મશીન બંધ થતાં કારખાનેદારે કર્મચારીને માર માર્યો
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સિરામિક કારખાનામાં ડિજિટલ મશીનના ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીને મશીન વારંવાર બંધ થઈ જતું હોય તે બાબતે કારખાનેદારે બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી ત્રણથી ચાર ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં કારખાનેદારની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા સંજયભાઈ નારણભાઈ ચાવડા (૨૭)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુજોરા સીરામીક કારખાનાના માલિક કિર્તીભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સુજોરા સિરામિક કારખાનામાં ડિજિટલ મશીનના ઓપરેટર તરીકે તે કામગીરી કરતો હતો ત્યારે બેન્ડ ટાઇલ્સના ફોલ્ટના કારણે વારંવાર મશીન બંધ થઈ જતું હોય કારખાનેદાર કિર્તીભાઈએ તેને બોલાવીને મશીન બંધ થઈ જવા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્રણ ચાર ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કારખાનેદાર સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે