વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા યુવાને હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુક્તા બે શખ્સોની સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા શખ્સ તેની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો પાડીને તેના ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી ઉપર મૂક્યો હતો જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર તથા પરવાના વાળું હથિયાર આપનાર શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તે બંનેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિક્રમભાઈ મુકેશભાઈ કોઢીયા જાતે દેવીપુજક (૨૨)એ પોતાના ઇન્સ્ટાગ્રામ યુઝર mukeshkoddhiyaaa આઇડી ઉપર સમાજમાં ભય ઉભો કરવા માટે પોતાની પાસે લાયસન્સ ન હોવા છતાં પણ બારબોરના હથિયાર સાથે ફોટો પાડીને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂક્યો હતો જેથી કરીને એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા વિક્રમભાઈ પાસે હથિયાર લાયસન્સ ન હતું તેમ છતાં પણ તેને ફોટો મૂક્યો હતો અને તેને ફોટો પાડવા માટે જે હથિયાર લીધું હતું તે હથિયાર હંસરાજભાઈ કુંવરજીભાઈ કોઢીયા જાતે દેવીપુજક (૬૫) રહે.
પંચાસિયા વાળાનું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પરવાના વાળુ હથિયાર ફોટો પાડવા માટે થઈને વિક્રમને આપનારા અને વિક્રમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસઓજીની ટીમના સામંતભાઈ રાયધનભાઈ છુછીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વીડિયો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો