વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે માલધારીના ઘેટાને બાઈક અથડાયું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા માલધારી અને તેની સાથે રહેલા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ પડે આધેડ અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તથા પથ્થરના છૂટા ઘા કરીને ઈજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને ખેતી કામ કરતા યાકુભાઈ અલીભાઈ વકાલીયા જાતે મોમીન (૫૨) એ હાલમાં કાળુ નંદા ભરવાડ, દિનેશ તેજા બાંભવા, કમલેશ સાદુળ કુંભા, હરેશ દેવા, હીરા વાલા, રઘુ કેવા, ભગુ ભરત વર્મા, બાબુ મશરૂ વર્મા અને કુકો રાણી રહે. બધા તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તીથવા ગામથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર બાકરોલિયા મંજૂર હુસેનભાઈની વાડી પાસે કાચા રસ્તા ઉપરથી તે પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે કાળું નંદા ભરવાડના ઘેટાને તેનું બાઈક અથડાયું હતું જેથી કરીને આરોપીઓ ઉસકેરાઈ ગયા હતા અને તેને ફરિયાદીને તથા તેની સાથે રહેલ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડની કુંડળી વાળી પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો અને છૂટા પથ્થરના ઘા મારીને ફરિયાદી તથા સાહેદને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ યાકુબભાઈ વકાલીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૫, ૩૨૪, ૩૩૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે