વાંકાનેરના ગુંદાખડા ગામે ભારે પવનથી દીવાલ ધરાશયી થતાં તરૂણીને ગંભીર ઇજા
બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાઈ રહ્યો છે.ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામે વાડીમાં એક મકાનની દીવાલમાંથી બેલું માથે પડતા ૧૩ વર્ષની તરુણીને શરીરે ઇજા થઇ હતી.તેમજ આજુ બાજુના લોકોએ તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાંકાનેરના વૃંદાખડા ગામે પરિવાર સાથે રહેતી સુમિબેન કરસનભાઈ ધોરીયા (કોળી) (ઉ.વ.૧૩)ગઈ કાલે બપોરના સમયેગામમાં આવેલી પોતાની વાડીએ હતી.ત્યારે ભારે પવન ફૂંકાતો હોય જેને પગલે બેલાની દીવાલ માથે પડતા સુમિ દીવાલ નીચે દટાઈ હતી અને થોડીવારમાં જ આજુ બાજુના લોકો અને પરિવાજનો ત્યાં દોડી જઇ સુમિને બહાર કાઢી અને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ | હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ઇજા પામનાર બાળકી બે બહેન અને ઍક ભાઈમાં મોટી છે અને | પિતા ખેતીકામ કરે છે.બનાવ અંગે હોસ્પિટલ પોલીસે ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.