
ફરિયાદી પરિણીતા ભક્તીબેન ઉર્ફે નિકીતાબેન ચિરાગભાઇ ગોહેલ (દરજી) (ઉ.વ.૩૦, 2હે. હાલ વેરાવળ(શા), શાંતિધામ, મુળ રહે. શ્રદ્ધાપાર્ક-૨, હરભોલે પાનની સામે, નહેરુનગર મેઇન રોડ, રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પ્રથમ લગ્ન આજથી આશરે ચારેક વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા ધવલ સાથે થયેલા અને અમારા બન્ને વચ્ચે મનમેળ ન રહેતા છૂટાછેડા થયેલ.ત્યારબાદ મે મહેસાણા મુકામે રહેતા મિતેષ સાથે લગ્ન કરેલ પરંતુ તેની સાથે પણ મનમેળ ન રહેતા છુટાછેડા થયેલા ત્યારબાદ આજ શ્રી આશરે પોણા બે વર્ષ પહેલા એટલે કે તા.૨૫/૦૬/૨૦૨૧ ના રોજ મેં અમારી નાત ના રીત રીવાજ મુજબ રાજકોટ રહેતા ચિરાગ સાથે લગ્ન થયેલ અને આ લગ્ન જીવનથી મને સંતાનમાં એક દિકરો દેવાંશ જે ૯ માસનો છે. મારા લગ્ન થયા બાદ પતિ ચિરાગ અને સાસુ રેખાબેન બધા સંયુક્ત કુટુંબમાં રાજકોટ મુકામે રહેતા હતા. લગ્ન થયા બાદથી થોડો સમય મને સારી રીતે સાચવેલ.ત્યારબાદ મને મારા પતિ ચિરાગ તથા મારા કાકાજી સસરા મહેશભાઇ ધીરજલાલ ગોહેલ તથા મારી કાકીજી સાસુ ટીનાબેન તથા મારા મોટા સાસુ અરૂણાબેન રાજુભાઇ ગોહેલ એમ બધા મને અવારનવાર ઘરકામ બાબતે મેણા ટોણા મારતા. ચિરાગને ચડામણી કરતા. જેથી તે મને અવાર નવાર મારકુટ કરતા અને મારા પતિ અવારનવાર મારી ઉપર શંકા વ્હેમ કરતા હતા.તા-૧૧/૪/૨૩ ના રોજ મારા પતિને મારા કાકાજી સસરા તથા મારા કાકીજી સાસુ તથા મારા મોટા સાસુ ચડામણી કરતા મને રાત્રિના આશરે બેએક વાગ્યે મારા માવતરના ઘરે શાપર મુકીને જતા રહેલ. મારા ડોક્યુમેન્ટ અને રૂ.૩૧ હજારની વીંટી સહિતનો સમાન આપેલ નથી. અને ધમકી આપી હતી. આ અંગે શાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

