ભીમ અગીયારસ પછી જાણે જુગાર રમવાની સીઝન નીકળી હોય , ઠેર ઠેર જગ્યાએથી જુગારીઓ પકડતા જોવા મળી રહ્યા છે. તેવામાં રાજકોટમાંથી પણ આવા આરોપી SOG પોલીસે પકડયાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરના દુધ સાગર રોડ પર રબ્બાની કોમ્પેલક્ષમાં આવેલ દુકાનમાં ગંજીપતાનો જુગાર રમતાં ૨૧ ઈસમો ઝડપ્યાં છે . તીનપતીનો જુગાર રમતા કુલ-૨૧ આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે જેમાં ૩ આરોપી ફરાર છે . પોલીસે જુગાર સાહિત્ય, સહિત રોકડ રૂપીયા ૧,૯૧,૧૦૦/- , ૨૩ મોબાઈલ ફોન, ૭ મોટર સાયકલ સહીત રૂ.૭,૦૩,૧૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તમામ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર બી.ટી.ગોહિલ તથા તેમની ટીમ પો.સબ.ઇન્સ. એ.એન.પરમાર તથા એ.એસ.આઇ. ફિરોજભાઇ શેખ, રાજદીપસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવમસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ. કનકસિંહ સોલંકી તથા પો.કોન્સ. વિક્રમભાઇ લોખીલ તથા ક્રિપાલસિંહ ગોહીલ, મોહિલરાજસિંહ ગોહિલ સહિતના પોલીસ જવાનોએ પ્રોહિબિશન જુગારની પ્રવુતિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન સયુંકત બાતમીના આધારે આરોપીને રંગે હાથ પકડી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલ શખ્સોના નામ:
રાહુલ ભુપેન્દ્રભાઇ જોષી
મોહસીન ઉર્ફે ભેંસ નાશીરભાઇ તાયાણી
નિંકુજ મથુરભાઇ ઠકકર
મુકેશભાઇ અમરશીભાઇ ધોળકીયા
અરવિંદ પરસોત્તમભાઇ સોલંકી
મહેબબુ કરીમભાઇ દલવાડ
આશીફ અબ્દુલભાઇ ભટ્ટી
રમજાન મામદભાઇ રાઉમા
તેજશભાઇ બળવંતરાય ઠાકર
વિમલભાઇ મહેનરભાઇ જોષી
ફારૂક સુલેમાનભાઇ સોરા
યાશીન ગફારભાઇ દલવાડી
ભાવેશભાઇ ઉર્ફે બબુ લક્ષ્મણભાઇ મેવાડા
સીરાજ ઉર્ફે રીંકુ કાદરભાઇ સુમારા
નજીર મહમદહુસૈન મોદી
પ્રદિપભાઇ પ્રવીણભાઇ સમાણી
સાદીક ઇકબાલભાઇ સોલંકી
હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા
ઓસ્ટીંન એલેકસ ફનાન્ડીશ
ભરતભાઇ ખીમજીભાળઇ સાકરીયા
સાજીદ યુસુફભાઇ રાઉમા
ફરાર શખ્સોના નામ:
શાહબાઝ
જયેશભાઇ ઓડ
સૌકત કરગથરા