મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે વેપારી સંમેલન યોજાયુ
વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજવામાં આવેલ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ સુશાસન પૂર્ણ થવાના અવસરે જન સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને તેજાબી વક્તા સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ અંતર્ગત ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે સુંદર કામગીરી થયેલ તેના વિશે માહિતગાર કરેલ.
વાંકાનેર ના તમામ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.
વાંકાનેર ભાજપ પરિવારના તમામ નામી અનામી હોદ્દેદારો કાર્યકરો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારી મંડળના પ્રતિનિધિઓ દ્વારા મહેશભાઈ કસવાલા નું સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં મહારાણા કેસરી દેવસિંહ ઝાલા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઇ કસવાલા પ્રદેશ સેલ સદસ્ય શૈલેષભાઈ ઠક્કર રતિલાલભાઈ અણીયાણી બક્ષીપંચ મોરચા મોરબી જિલ્લા પ્રમુખ અમુભાઈ ઠાકરાણી રસિકભાઈ વોરા સહિતના ભાજપ આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા