170 ખેતીવાડીના ફીડર બંધ, 198માંથી 45 થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરાયા
મોરબી : વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા તોફાની પવનને કારણે મોરબી જિલ્લાના અનેક વીજ પોલ ધરાશયી થયા બાદ વીજ તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે છતાં પણ હજુ 88 ગામોમાં વીજળી ગુલ હોવાની સાથે 245 ફીડર બંધ હોવાનું પીજીવીસીએલ મોરબીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળના જાહેર કર્યા મુજબ મોરબી જિલ્લામાં વાવઝોડાને કારણે કુલ 1100 ફીડરમાંથી 245 ફીડર હાલમાં બંધ છે જેમાં 170 ખેતીવાડીના ફીડર ઉપરાંત 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
વધુમા મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા 198 વીજ થાંભલા પડી ગયા હતા જે પૈકી વીજ તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી 45 થાંભલા ઉભા કરી લીધા છે અને બાકીના 151 વીજ પોલ ઉભા કરવા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે. નોંધનીય છે કે, ભારે પવનમાં 9 ટ્રાન્સફોર્મર ધરાશયી થયા હતા જે પૈકી 3 ટ્રાન્સફોર્મર ઉભા કરી લેવામાં આવ્યા હોવાની સતાવાર રીતે જાહેર કરાયુ હતું.