એસઓજી પોલીસ ટીમનું સફળ ઓપરેશન : 6.42 લાખના મેફેડ્રોન સહીત 7,19,460નો મુદામાલ કબ્જે કરાયો મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા 6.42 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા 7,19,469ના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડયાની ટીમના એ એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને બાતમી મળેલ કે, આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી નામના શખ્સો અવાર નવાર સાંજના સમયે દરીયાલાલ હોટલ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પાસે આવેલ પાનેલી રોડ જે મોરબી વાંકાનેર નેશનલ હાઇવેના સર્વીસ રોડ પર ભેગો થાય છે તે સર્વીસ રોડ પર પાનેલી જવાના રસ્તામાં ખુણા પાસે માદક પદાર્થ પાવડર પોતાના ગ્રાહકોને આપવા જાય છે.બાતમીને પગલે એસઓજી ટીમે ગઈકાલે વોચ ગોઠવતા નંબર વગરના હોન્ડા સાઇન મોટર સાયકલ ઉપર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ડીલેવરી કરવા આવેલ આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો તથા રજાકભાઇ આમદભાઇ ઘાંચી રહે. માધાપર મોરબી નામના શખ્સો ઝડપાઇ ગયા હતા. બન્ને પાસેથી પોલીસે 64.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ, રોકડા રૂપિયા સહીત કુલ 7,19,460નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત નશીલા પદાર્થના આ ગોરખધંધામાં બન્ને આરોપીઓએ જુનેદભાઇ હનીફભાઇ પરમાર રહે.માધાપર શેરી નં-5 મોરબી વાળાની સંડોવણી કબુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એસઓજી ટીમે એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 21(સી), 29 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વગેરેએ કરી હતી