એકાદ મહિનાથી હિંસાની આગમાં લપેટાયેલા મણીપુરમાં વધુ એક દર્દનાક-હૃદયદ્રાવક ઘટનાક્રમ બન્યો હોય તેમ તોફાનીઓએ ત્રણ લોકોને જીવતા સળગાવી દીધા હતા. ઈમ્ફાલમાં તોફાન-ગોળીબાર દરમ્યાન આઠ વર્ષના માસુમ બાળકને માથામાં ગોળી વાગતા માતા તથા અન્ય એક સંબંધી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પીટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એકાએક ટોળુ ઘસી આવ્યુ હતું. એમ્બ્યુલન્સને રોકીને તેને સળગાવી દેવામાં આવી હતી. તેમાં સવાર માતા-પુત્ર સહીત ત્રણેય લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.સુરક્ષા સુત્રોએ કહ્યું કે હિંસાખોરીને પગલે આ ત્રણેય લોકો આસામ રાઈફલ્સની રાહત છાવણીમાં જ રહેતા હતા. રવિવારે સાંજે એકાએક તોફાન શરૂ થયા હતા. 8 વર્ષનો બાળક રાહત કેમ્પમાં જ હતો. છતા માથામાં ગોળી વાગી હતી. સુરક્ષા જવાનોએ જ એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. બાળકની માતા બહુમતી વસતી ધરાવતા સમુદાયની હતી. એટલે બાળાને ઈમ્ફાલ લઈ જવાનું નકકી કરાયું હતું. પરંતૂ રસ્તામાં તોફાનીઓ ત્રાટકયા હતા. આ ઘટના બાદ સુરક્ષા વધુ મજબુત કરવામા આવી છે


