આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા હાલ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. તેમજ 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં અતિભારે વરસાદ આવશે. તથા 15 અને 16 જૂને રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે પવન ફૂંકાઇ શકે છે. તથા 15 જૂને બપોરે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અસર થશે. 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઇ શકે છે. તેમાં માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે. સૌથી વધારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.4 ઈંચ વરસાદ સાથે ગીર સોમનાથના વેરાવળમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.જૂનાગઢના મેંદરડા અને માળિયા હાટીનામાં 7.5 ઈંચ વરસાદ તથા કેશોદમાં 6.7, માંગરોળમાં 5.4, તાલાલામાં 5.3 ઈંચ વરસાદ, વંથલીમાં 5 ઇંચ અને માણાવદરમાં 4.5 ઈંચ વરસાદ, જૂનાગઢમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ ઉપલેટા, વિસાવદર અને ભાણવડમાં 3 ઈંચ વરસાદ આવ્યો છે
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!