પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે….
ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી….
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા 2.5 મહિનાથી પાણી વિતરણ તદ્દન બંધ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં આ બાબતે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ ની પુકાર લગાવી હતી….
બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના નાના બાળકો અને ખાલી બેડાઓ સાથે પ્રાંત કચેરીમાં પહોંચી અને બેજાન તંત્ર સામે પણીની માંગ કરી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારીઓ હાજર ન હોવાથી મહિલાઓ મુંઝાઇ ગઈ હતી. આ તકે તેઓએ નિંભર તંત્ર સામે તાત્કાલિક પાણીની માંગ કરી હતી અને સાથે જો તંત્ર દ્વારા હજુ પણ કોઇ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મહિલાઓ કચેરી ખાતે ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી…
હવે જોવાનું રહ્યું કે છેલ્લા 2.5 મહિનાથી તરસી વાંકાનેરની ગુલાબનગર સોસાયટીને તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે કે આંખ આડા કાન કરી જવાબદાર તંત્ર હજુ પણ મહિલાઓની લાચારીનો તમાસો જોશે…
વીડિયો જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો