લીલીયા તાલુકાના ખારા ગામે પતિએ પત્નીને બરફનો ગોલો ખાવા માટે જવાની ના પાડતા માઠું લાગી આવતા ઘરની છત સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવેલા એક ખેતરમાં રહેલી પાણીની કુંડીમાં રમતા રમતા પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષનો બાળક પાડી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.લીલીયા તાલુકાના ખારા ગામે રહેતા દિવયાબેન માણસુરભાઈ ગરણીયા (ઉ.વ.૨૬) બાજુમાં રહેતા અન્ય મહિલાઓ સાથે બરફના ગોલા ખાવા માટે જતા હોય અને તેના પતિ દ્વારા તેને ગોળો ખાવા માટે જવાની ના પાડતા લાગી આવતા પોતાના ઘરે રૃમમાં અંદર છતમાં રહેલ હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પતિ માણસુરભાઈ ગરણીયા દ્વારા લીલીયા પોલીસ મથક ખાતે બનાવને લઈને જાણ કરતા પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી
વધુ સમાચાર
.મધ્યપ્રદેશના મૂળ રહેવાસી અને મોટા સમઢીયાળા ગામે ખેતરમાં રહી મજૂરી કામ કરતા એવા બિટુભાઈ શેરસીંગભાઈ ચૌહાણ(ઉ.વ.ર૮) એ ખાંભા પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે તેઓ અને તેમનો પરિવાર ખેતરમાં કામ કરતો હતો ત્યારે તેનો દોઢ વર્ષનો દીકરો પાણીની કુંડી પાસે રમતો હોય તે સમય દરમિયાન ભૂલથી પાણીની કુંડીમાં પડી જવાને કારણે તેનું મોત નિપજયું હતું. આ બનાવને પગલે ખાંભા પોલીસે વધુ કાર્યવાહી શરૃ કરી હતી.