ઢાંકીથી પીવાના પાણી હડાળા લઈ જવા માટેની લાઇનમાં ગેરકાયદે કનેક્શન: પાણીનો વાંકાનેરના દલડી પાસે ભરડીયામાં ઉપયોગ!
ઢાંકીથી હડાળા સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે થઈને સરકાર દ્વારા જે પાણીની પાઇપલાઇન પાથરવામાં આવી છે તેમાં દીધલીયા અને દલડી ગામ વચ્ચે ગેરકાયદેસર કનેક્શન કરીને કપચીના ભરડિયામાં પીવાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો જેથી સરકારની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરીને ગેરકાયદેસર કનેક્શન લેનાર શખ્સની સામે સરકારી મિલકતને નુકસાન કરવાની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના બોપલ પાસે ન્યુયોર્ક દર્શન ટાવરની સામે મંદિર કોમ્પલેક્ષમાં રહેતા જયપાલભાઈ રમેશચંદ્ર બારડ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોલંકી નરેન્દ્રભાઈ પોપટભાઈ રહે. દલડી વાળાની સામે સરકારી મિલકતને નુકસાન કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સુરેન્દ્રનગર હસ્તકની સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડ પાઇપલાઇન હેઠળની એનસી ૩૨, એનસી ૩૩ અને એનસી ૩૪ યોજનાની મરામત અને નિભાવની કામગીરી ધરતી એન્જિનિયર્સ અમદાવાદ દ્વારા કરવામાં આવે છે અને ઢાંકીથી હડાળા સુધી જે પીવાનું પાણી પહોંચાડવા માટેની પાઇપલાઇન પાથરવામાં આવી છે તેને વાંકાનેર તાલુકાના દીધલીયાથી દલડી ગામ વચ્ચે આરોપી સોલંકી નરેન્દ્રભાઈ પોપટભાઈ દ્વારા ભંગાણ કરીને ગેરકાયદેસર તેમાંથી કનેક્શન લેવામાં આવ્યું હતું અને પીવાના પાણીના જથ્થામાંથી પાણી ઉપાડીને રેતી કપચીના ભરડિયામાં તેનો ઉપયોગ કરીને પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો હતો જેથી કરીને હાલમાં ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સરંક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૧૦, ૧. ૧ તથા ૧૧.૬ તેમજ ધ પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટનીકલમ ૩ તથા આઇ.પી.સી. કલમ ૪૩૦ મુજબ નરેન્દ્રભાઈ સોલંકી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે