પૂર્વ યોજીત કાવતરા અંગે મહિલા સહિતના આરોપીઓની પુછપરછ: કોલ ડીટેઈલની ચકાસણી: 229 શખ્સો સામે સુલેહ શાંતિ ભંગનો ગુનો: નોટીસ લગાવવા મામલે સવાલો
..જુનાગઢ તા.20 : જુનાગઢ મજેવડી દરવાજા પાસે ગત તા.16-3ની રાત્રીના પોલીસ પર પૂર્વ આયોજીત કાવત્રા સાથે પથ્થરમારો, સોડા બોટલો, કુહાડા સહિતના હુમલામાં ડીવાયએસપી, બે પીએસઆઈ સહિત 5ને ઈજાઓ અને એક રાહદારી નિર્દોષનું મોત થયું હતું. જેમાં એક મહિલા સહિત 35ની સામે પોલીસે 302-307 તેમજ વિવિધ કલમો નીચે ગુન્હો નોંધી તમામને ગઈકાલે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તમામને બે દિવસના રીમાન્ડ પર સોંપ્યા છે. કુલ 550 જેટલા શખ્સોને પોલીસ પકડી લીધા હતા. તેમાંથી 180ને રાઉન્ડઅપ કર્યા હતા.પોલીસે કોર્ટમાંથી 14 દિવસના રીમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આ શખ્સોને કોણે ઉશ્કેરેલ, કોના કહેવાથી આ કૃત્ય કયુર્ં, કોણ કોણ આમા સામેલ છે, વિગેરે તપાસ ક્રાઈમ બ્રાંચે હાથ ધરી છે. મનપાની ભુલ: મનપાએ તા.16ને ગુરૂવારના 8 ધર્મસ્થળોએ નોટીસ સાંજે લગાવી તેની જાણ જુનાગઢ પોલીસ અધિકારીઓને કેમ ન કરી? પેશકદમીની નોટીસ ધાર્મિક સ્થળોએ લગાવવાની હોય તો પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈ જાણ કરવાની ભુલ કરતા આ સ્થિતિનું નિર્માણ થયાનું સામે આવ્યું છે. પોલીસ અધિકારીઓને આ નોટીસ લગાડવાની હોય તેની જાણ કરી હોત તો પોલીસ અને પ્રસાસનનાં સંકલનમાં રહીને કાર્યવાહી કરવામાં આવી હોત તો જે સ્થિતિનું નિર્માણ થયું તે થવા પામ્યું નહોત.આ તોફાનમાં ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા બે મહિલા પોલીસ ઈન્સ. સહિત ત્રણને પથ્થરમારામાં ઈજાઓ થવા પામી હતી. એક રાહદારીનું વીના વાંકે મોત પથ્થરમારામાં થવા પામ્યું તે ન થયું હોત. નોટીસ સાંજે લગાડયા બાદ મનપાના જવાબદાર અધિકારીઓએ તેમના મોબાઈલ ફોન બંધ શા માટે કરી દીધા? તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. ઓચિંતા પોલીસ આ હુમલાનો ભોગ બનવા પામી હતી. તેની સામે હુમલાખોરો પૂર્વ આયોજીત કાવત્રું રચી પથ્થરોના ઢગલા રોડની આસપાસ દરગાહ નજીક કયી, સોડા બોટલો, કાચ-સહિત એકઠું કરી પ્રી પ્લાન મુજબ હુમલો થવા પામ્યાનું બહાર આવ્યું છે. અને તેનો ભોગ પોલીસ અધિકારીઓ અને રાહદારીઓ તેમજ વાહનો બનવા પામ્યા હતા.વધુ 55ની અટકાયતઆ ઘટનામાં અનેક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. જે શખ્સોની પુછપરછમાં 229 લોકોની સામે સુલેહ શાંતિ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તમામ શખ્સોને મામલતદાર સમક્ષ રજુ કરી જામીન પર છોડી દેવામાં આવ્યા છે. મનપા દ્વારા મજેવડી દરવાજા બહાર આવેલી દરગાહ પર પુરાવાઓ રજુ કરવા અંગેની નોટીસ ચોંટાડયા બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.ટોળાએ વાહનો રોકી રસ્તો બંધ કરવાની પેરવી કરતા પોલીસે તેમને અટકાવવા જતા પોલીસ પર હુમલો કરી તેમના વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બીંગ કરી 180 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. પોલીસે શંકાસ્પદ અનેક લોકોની અટકાયત કરવાનો દોર શરૂ કર્યો હતો. ગઈકાલે પણ 55 જેટલા હુમલાખોરોની અટકાયત કરી તેમની ઓળખ પરેડ શરૂ કરી છે. સીસીટીવી વીડીયો ફૂટેજના આધારે તેઓની સંડોવણી સામે આવતા હત્યાના પ્રયાસનો ગુન્હો દાખલ કરી ધરપકડનો દોર શરૂ કર્યો છે.