અખિલ ગુજરાત સિપાહી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત સિપાહી વિદ્યાર્થી હોસ્ટેલ “સંગે બુનિયાદ કાર્યક્રમ” અને રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ રાજકોટ ખાતે યોજાયો
રાજકોટ ખાતે શનિવારના રોજ સવારે “સંગે બુનિયાદ” સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલ પર હજરત અલ્હાજ દાદાબાપુ સાવરકુંડલા વાળાના મુબારક હાથે સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલના કામનો આગાજ કરવામાં આવ્યો હતો બાદમાં બપોરના સમયે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે અખિલ ગુજરાત સિપાહી સમાજનો રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત અને નેશનલ લેવલે પ્રગતિ કરવા બદલ તેમજ સમાજ સેવા, પત્રકાર સન્માન, સિપાઈ રત્ન એવોર્ડ, સિપાઈ મહિલા એવોર્ડ, સિપાઈ ગૌરવ એવોર્ડ, સિપાઈ સેવા સન્માન, વિદ્યાર્થી સન્માન સહિતના અનેક એવોર્ડ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યના સિપાઈ સમાજના આગેવાનો હોદ્દેદારો સહિત સમાજના નામી અનામી વ્યક્તિ હાજર રહ્યા હતા અખિલ ગુજરાત સિપાઈ સમાજના મહામંત્રી હનીફભાઈ ખોખર દ્વારા જણાવાયું હતું કે રાજકોટ ઘંટેશ્વર હજરત સુલતાનશાહ પીર (ચિથરીયા પીર) ની દરગાહ પાછળ BSNL ટાવર પાસે જામનગર રોડ રાજકોટ ખાતે વિદ્યાર્થી હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં સમાજના અનેક આગેવાનો દ્વારા સિપાઈ હોસ્ટેલ બનાવવા માટે મદદ કરી છે અને હજી પણ જે કોઈ આ નેક કામમાં મદદ કરવા માંગતા હોય તો અખિલ ગુજરાત સિપાઈ સમાજ નો સંપર્ક કરી શકે છે અને સમગ્ર ગુજરાત રાજ્યના સિપાઈ સમાજના વ્યક્તિઓ અનેક ક્ષેત્રે ઉપરોક્ત પ્રગતિ કરનાર લોકોને અનેક પ્રકારના એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિપાઈ સમાજ એક બને અને નેક બને તે દિશામાં કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું