વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવામ માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩.૧૫ લાખની સરકારી નાણાની ઉચાપતની ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી અને તેના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતુ જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે જેથી કરીને બે દિવસથી ડીપીઇઓ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ધક્કા ખાતા હતા જો કે, હાલમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ આંબરીયા દ્વારા વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપતની અરવિંદભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઈ સેરશિયા રહે, વાંકિયા વાંકાનેર અને હિમાંશુભાઈ પટેલ રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમા પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે જોકે માત્ર ત્રણ જ શિક્ષકો દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે વાત ગળે ઉતરે તેવી નથી જેથી કરીને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા હતા તેની માહિતી હવે પોલીસ તપાસમાં બહાર આવે છે કે કેમ તે પણ પ્રશ્ન છે