વાંકાનેરમાંથી મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો
મોરબી : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી બીજા ફરાર આરોપીને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડના માણસો મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરાવતા વાંકાનેર સીટી મીલ પ્લોટ ફાટક પાસે ફળીયામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતા જે બાબતે વાંકાનેર સીટી પો.સ્ટે.મા ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી આ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન કી.રૂ. ૨૫૦૦ ગણી કબજે કરી વધુ તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. જ્યારે રાહુલભાઇ જેરામભાઇ માલણીયાત ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ગુનામાં પકડાયેલ આરોપી તથા હાજર નહીં મળી આવેલ તેનો ભાઇ એમ બન્ને દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારમાં જઇ રેઢા મકાન, ફળીયામાં પડેલ મોબાઇલ ફોનની ચોરી કરવાની ટેવ ધરાવતા હોવાનું ખુલ્યું છે.