રાજકોટ: પરિવાર સાથે વાડીએ સ્વિમિંગ પુલની મજા માણતા અચાનક પગ લપસતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું;પરિવારમાં શોકનો માહોલ
રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો દરજી યુવાન ગઈકાલે રવિવારની રજા માણવા માટે પરિવાર સાથે સાયલામાં આવેલી મિત્રની વાડીએ ગયા હતા ત્યાં સ્વિમિંગ પુલ પાસે ઉભો હતો ત્યારે અચાનક પગ લપસતા તેઓ ત્યાં સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા પરિવારે બચાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેઓ બચાવી શક્યા નહોતા અને ત્યારબાદ યુવકના મિત્રોને બોલાવી તેમના મૃત્યુ દેહને બહાર કઢાયો હતો.આ મામલે સાયલા પોલીસે યુવકના પરિવારજનોનું નિવેદન કાગળો કર્યા હતા.
વધુ વિગતો મુજબ રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર.3માં રહેતા કમલેશભાઈ ભરતભાઈ પીઠડીયા(દરજી)(ઉ.વ.૪૦) ગઈકાલે રવિવારના દિવસે પોતાને રજા હોય જેથી પરિવારજનોને સાથે લઈ સાયલામાં કાનપર ગામે આવેલી મિત્ર કનુભાઈ તળપદાની વાડીએ ગયા હતા ત્યાં સાંજના સમયે પરિવારજનો સ્વિમિંગ પૂલમાં નાહતા હતા અને તેઓ સ્વિમિંગ પુલ પાસે ઉભા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસતા સ્વિમિંગ પૂલમાં પડ્યા હતા અને થોડીવારમાં તેઓ ડૂબવા લાગ્યા હતા.
ત્યારબાદ પરિજનોએ તેમને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તે નિષ્ફળ ગઈ હતી અને ત્યારબાદ કમલેશભાઈના મિત્રોને બોલાવી મહા મહેનતે બહાર કાઢ્યા હતા અને તેમના શરીરમાં પાણી ભરાઈ જતા તે પાણી બહાર કાઢવાની કોશિશ કરી હતી અને બાદમાં તેઓને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. કમલેશભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેઓના પત્નીનું નામ પૂજાબેન છે તેમજ સંતાનમાં બે દીકરી છે.પોતે બેભાઈમાં નાના હતા અને પોતે સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.તેમના મૃત્યુથી પરીવારમાં શોક છવાયો છે.