જોરાવરનગર પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમીયાન રતનપરના નારાયણપરા વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં એક યુવાન આઈપીએલની ફાઈનલ મેચ પર સટ્ટો રમતો પકડાયો હતો. રોકડ અને મોબાઈલ સહીત રૂપીયા ૬,૧૬૧નો મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
રવિવારે સાંજે પેટ્રોલીંગ દરમીયાન નારાયણપરા વિસ્તારમાં એક શખ્સ આઈપીએલની ફાઈનલ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા જોરાવરનગર પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં રતનપરની નારાયણપરા શેરી નં.૩માં રહેતો ૩૧ વર્ષીય ખોડીદાસ જગદીશભાઈ ધરેજીયા રૂપીયાનો જુગાર રમતો પકડાયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી રૂપીયા ૬,૧૬૧નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે પ્રજાપતીની વાડી પાસે દરોડો કર્યો હતો. જેમાં મોબાઈલમાં લુડો કીંગ ગેમ પર પૈસાની હારજીતનો જુગાર રમતા અરજણ ઉર્ફે શૈલેષ રણછોડભાઈ ખરંગ, મહેશ ઉર્ફે ભોડી લાલાભાઈ ડાભી અને રમેશ સામંતભાઈ લાંબરીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રૂ. ૧૦૪૦ રોકડા અને મોબાઈલ મળી કુલ રૂ. ૬,૦૪૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
