શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરતા દેકારો મચી ગયો હતો. બે પૈકીના એક શખ્સે અગાઉ મહિલાના પતિ પર છરીથી હુમલો કર્યો હતો, ત્યારથી તે શખ્સ મહિલા પર ઘૂરકિયા કરતો હતો અને ઘરમાં ઘૂસી પજવણી કરી હતી. પોલીસે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.ગાંધીગ્રામ વિસ્તારની સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષિરાજ ગોહિલ તથા તેની સાથેનો એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ નાણાવટી ચોકમાં ભાગીદારીમાં રસનો ચિચોડો ચલાવતા હતા, પોતે જ્યારે પતિને ટિફિન દેવા જતાં હતા ત્યારે ઋષિરાજ ગોહિલ તેની સામે ખરાબ નજરે જોતો હતો. મહિલાએ આ અંગે તેના પતિને રાવ પણ કરી હતી. ઋષિરાજે ચારેક વર્ષ પહેલા મહિલાના પતિને છરીનો ઘા પણ ઝીંક્યો હતો, પરંતુ તત્કાલીન સમયે સમાધાન થઇ જતાં ફરિયાદ કરી નહોતી.ઋષિરાજના ત્રાસથી કંટાળી મહિલાના પતિએ ચિચોડે જવાનું બંધ કરી દીધું હતું અને જાહેરાતના બોર્ડ લગાવવાનું કામ શરૂ કર્યું હતું. ગુરુવારે રાત્રે દશેક વાગ્યે ઋષિરાજ ગોહિલ અન્ય એક શખ્સ સાથે મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો પતિ ક્યા છે તેનો નંબર આપો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો અને ઋષિરાજે મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાને પગલે દેકારો થતાં મહિલાના સાસુ અને નણંદ ત્યાં દોડી ગયા હતા અને તેણે ઋષિરાજ અને તેની સાથેના શખ્સને બહાર કાઢ્યા હતા, જતી વખતે પણ બંનેએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!