જામનગર- રાજકોટ રોડ આજે ફરીથી રક્તરંજીત બન્યો છે. ધ્રોલ નજીક ધ્રાંગડા ગામના પાટીયા પાસે બંધ પડેલા એક ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતાં બાઇકના ચાલક રણજીત પર ગામના એક યુવાન નું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક રણજીતપર ગામમાં રહેતો કેશુભાઈ પરસોત્તમભાઈ પરમાર નામનો ૪૫ વર્ષનો યુવાન કે પોતાનું બાઈક લઈને બિયારણ નો સામાન લઈ પર પોતાના ગામે રણજીતપર જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં ધ્રાંગડા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે કોઈપણ પ્રકારની નિશાની દર્શાવ્યા વિના પોતાનો ટ્રક માર્ગ પર ઉભો રાખી દીધો હતો. જેથી પાછળથી બાઈક ટ્રક સાથે અથડાઈ પડયું હતું, અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં કેશુભાઈ પરમારને ગંભીર ઇજા થઈ હતી. અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પર ના તબીબે તેનું માર્ગમાં જ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ જામનગરમાં ગુલાબનગરમાં રહેતા જગદીશભાઈ પરસોતમભાઈ પરમારે ધ્રોલ પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
શુક્રવાર, એપ્રિલ 4
Latest News
- ધોરાજી નગરપાલિકાના મહિલા પ્રમુખ સોનલ બારોટે આપ્યું રાજીનામું
- મોરબી માસુમ ત્રણ વર્ષની મન્નત લીંગરીયા એ પ્રથમ રોજુ રાખી ખુદાની બંદગી કરી
- બ્રેકિંગ અમદાવાદ : કેડિલા કંપનીમાં કામ કરતાં ત્રણ કર્મચારી અચાનક ઢળી પડયા, એકનું મોત
- પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
- યુપીમાં ભાજપ મુસ્લિમોને આપશે ‘સૌગત-એ-મોદી’, ઈદ પર 32 લાખ લોકો સુધી પહોંચવાની યોજના
- અમદાવાદમાં ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, DGના આદેશ બાદ યાદી તૈયાર
- રાજકોટમાં વડાળી ગામે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
- વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ
- વાંકાનેર ના હસનપર ગામ પંચાયત દ્વારા સર્વે ગ્રામજનો સમક્ષ સ્વચ્છતા જાળવવા ની સાથે સમયસર વેરા ભરીને રળિયામણું ગામ કરવા અપીલ
- મોહબ્બત ખપે હઝરત ગાભા બાપુ મસ્તાન નો ઉર્શ મુબારક (ગઢડા) સ્વામીના માં કોમી એકતાના પ્રત્યેક યોજાશે