ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં રમકડાની દુકાનમાં રાત્રી ના સમયે આગ લાગતા લાખો રુપિયા નો સામાન બળીને ખાખ થઇ ગયો
ઝાલાવાડ નુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા મા દેશભરમાંથી દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દિવસે માઇભકતો ના અવિરત ઘસારા વચ્ચે રાત્રી ના સમયે રમકડાં ની દુકાન માં શોર્ટસર્કીટ થી આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી .ડુંગર તળેટી વિસ્તારમાં દુકાન આવેલી હોઇ રાત્રી ના દુર્ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી.બનાવની જાણ ચોટીલા નગરપાલિકા માં થતા ફાયરફાઇટર હરેશભાઇ ઉપાધ્યાય ..ગોપાલસિંહ પરમાર અને નલિનભાઇ સહિત ફાયરબ્રિગેડ ટીમ બનાવ સ્થળે પહોંચી વિકરાળ આગ પર પાણી નો મારો ચલાવી કાબુ મેળ્વયો હતો.મોડીરાત્રી ના સમયે લાગેલી આગથી આજુબાજુ ની દુકાનોમાં નુકશાન અટકાવવા ચોટીલા પી.આઇ.વલવી પોલીસ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. વિકરાળ આગ થી દુકાનમાં લાખો રુપિયા નો સામાન બળી ને ખાખ થઇ ગયો હતો.જોકે સદનસિબે કોઇ જાનહાની થઇ ન હતીઅહેવાલ ….જગદીશ સિંહ ઝાલા ચોટીલા