સતામાં આવ્યા પછી કોંગ્રેસના મંત્રીએ આપ્યા સંકેત: બાન હટશે તો ફરી રાજકારણ ગરમાશે
બેંગ્લુરુ (કર્ણાટક)
કર્ણાટકમાં કોંગ્રેસની સારવાર આવતા હવે શિક્ષણ સંસ્થાઓમાં લાગેલા હિજાબ પરનો પ્રતિબંધ હટી શકે છે. આ મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના પુત્ર ખરડેએ સંકેત આપ્યા છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય ગરમાવો આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, એમ્નેસ્ટી ઈન્ડીયાએ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા પર ભાજપ સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં લગાવવામાં આવેલ હિજાબ બાન હટાવવાની માંગણી કરી હતી. જેને લઈને મંત્રી પ્રિયાંક ખરગેએ હવે મોટી વાત કરી છે કે આદેશની સમીક્ષા થશે અને જરૂર પડી તો તે આદેશ હટાવી પણ લેવાશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપનું શાસન હતું ત્યારે રાજયમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. હવે કોંગ્રેસે આ પ્રતિબંધ હટાવવાના સંકેત આપ્યા છે ત્યારે આ મામલે ફરી રાજકારણ ગરમાઈ શકે છે.